હોલિવૂડની ફિલ્મ ‘ટ્રીપલ એક્સઃ ધ રિટર્ન ઓફ એક્સજેન્ડર કેજ’ના શૂટિંગમાંથી બ્રેક લઈને દીપિકા પદુકોણે શ્રીલંકા તેની એક મિત્રના લગ્નમાં હાજરી આપી હતી અને ખાસ વાત તો એ છે કે તેનો બોયફ્રેન્ડ રણવીર સિંહ પણ એ લગ્નમાં હાજર હતો. આ લગ્ન સમારંભ અને સંગીતના ફોટોઝ બંનેએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં રણવીર સિંહ અને દીપિકા એકબીજા સાથે મસ્તી કરતા દેખાય છે. સોશ્યલ મીડિયા પર દીપિકા રણવીરના કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં આ જોડી ‘બલમ પિચકારી’ અને ‘ગલ્લાં કુડિયાં’ જેવા ગીતો પર ડાન્સ કરતી દેખાય છે.
બીજી તરફ દીપિકા અને રણબીર કપૂરના સંબંધોની પણ બી ટાઉનમાં ચર્ચા છે. કેટરિના સાથે બ્રેકઅપ પછી રણબીર દીપિકાની મુલાકાતો વધી રહી છે. કેટલાક દિવસ પહેલાં દીપિકા રણબીરના ફ્લેટ પર આવી હતી અને બંનેએ સાથે સાંજ વીતાવી હતી. એ પછી તાજેતરમાં રણબીર હોલિવૂડ ફિલ્મ ‘ટ્રીપલ એક્સઃ ધ રિટર્ન ઓફ એક્સજેન્ડર કેજ’ના શૂટિંગમાં દીપિકાને મળવા માટે લોસ એન્જલસ પહોંચી ગયો હતો. બંનેએ સેટ પર આશરે એક કલાક સાથે પસાર કર્યો હતો.