એક તરફ રણબીર કપૂર અને કેટરિના કૈફના લગ્નની ચર્ચા એરણે છે તો બીજી તરફ રણબીર કપૂર અને તેની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પદુકોણની ફિલ્મ ‘તમાશા’ રિલીઝ થવાની છે. રણબીર અને દીપિકા આ ફિલ્મના પ્રમોશનમાં અતિવ્યસ્ત છે ત્યારે દીપિકાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું છે કે, જ્યાં સુધી તે પરમિશન નહીં આપે ત્યાં સુધી રણબીર લગ્ન નહીં કરે. ઉલ્લેખનીય છે કે, રણબીર અને દીપિકા વચ્ચે અંગત સંબંધોનો અંત આવી ગયો હોવા છતાં બંનેની ઘનિષ્ટતા વિશે બોલીવુડમાં હંમેશાં ચર્ચા ચાલતી રહે છે અને આવી ચર્ચાના કારણે જ કેટરિના પણ ‘તમાશા’ના શૂટિંગમાં પહોંચી જતી હતી. હવે આ વાતે કેટરિનાનો જવાબ શું હશે? તેની રાહ જોવી રહી!