આ ફિલ્મ વેઈન્સ્ટીન કંપની બનાવી રહી છે. મીડિયા અહેવાલોના જણાવ્યા પ્રમાણે આ ડ્રામા ફિલ્મ સારૂ બ્રિયર્લેના સર્જન ‘અ લોંગ વે હોમ’ પર આધારિત છે. જેમાં રસ્તે રખડતા બાળકને કોલકાતાથી દત્તક લેવામાં આવે છે અને દત્તક લેનાર યુગલ તેને ઓસ્ટ્રેલિયા લઈ જાય છે એવી કથા છે.
‘લાયન’ ઉપરાંત દેવ પટેલ મેટ્ટ બ્રાઉનની પિરિયડ ફિલ્મ ‘ધ મેન હૂ ન્યૂ ઈનફિનિટી’માં ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની ભૂમિકા પણ ભજવી રહ્યો છે.