મુંબઈઃ ૨૦૦૭ના વર્ષમાં દીપિકા પાદુકોણે બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને બીજી બાજુ એમા સ્ટોને પણ ટીવીથી હોલિવૂડ ફિલ્મોમાં ડગલું ભર્યું હતું. આ બંને આજે ટોચની અભિનેત્રીઓ છે. દીપિકા ભારતની સૌથી મોંઘી અભિનેત્રી છે અને એમા દુનિયાની. કહેવાય છે કે દીપિકાને ફિલ્મ દિઠ રૂ. ૧૨થી ૧૩ કરોડ ફી મળી રહી છે. જોકે, સ્ટાર્સની કમાણીના આંકડાની પુષ્ટિ મુશ્કેલ છે. અનુમાન હોય છે. ફોર્બ્સ મુજબ દીપિકા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી છે. અનુમાન છે કે ૨૦૧૭માં દીપિકાએ ૭૦ કરોડ રૂપિયા કમાયા છે. જ્યારે એમા સ્ટોનની કમાણી ૨.૬ કરોડ ડોલર (આશરે ૧.૬૬ અબજ રૂપિયા) હતી.
બંને અભ્યાસ છોડીને ફિલ્મોમાં આવી
બંનેએ અભ્યાસ છોડીને કરિયર બનાવ્યું હતું. દીપિકા પાદુકોણ અને એમા સ્ટોન બંને જ પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો. દીપિકાએ મોડેલિંગના વ્યસ્ત એસાઇન્મેન્ટને કારણે ગ્રેજ્યુએશન પૂરું ન કર્યું. જ્યારે એમાએ હોલિવૂડમાં કરિયર શરૂ કરવા માટે હાઇસ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.