બોલીવૂડ હિરોઈન નરગીસ ફખરી તેના બોયફ્રેન્ડ ટોની બેગ સાથે ગૂપચૂપ રીતે પરણી ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. બન્નેનાં કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તે પરથી તેનાં લગ્ન એક સપ્તાહ પહેલાં થઈ ચૂકયા હોવાનું મનાઈ રહ્યું છે. ગત સપ્તાહમાં અમેરિકામાં લોસ એન્જલસ ખાતે એક ફાઈવ સ્ટાર પ્રોપર્ટી ખાતે આ યુગલની લગ્નવિધિ યોજાઈ હતી. બન્નેનાં લગ્નની વિશાળ વેડિંગ કેકની તસવીરો પણ વાયરલ થઈ છે. નરગીસ ફખરીએ આ ફંકશન એકદમ પ્રાઈવેટ રહે તેની કાળજી રાખી હતી. પરિવારજનો તથા બહુ નજીકના મિત્રો સિવાય કોઈને પણ આમંત્રણ આ પ્રસંગે અપાયું નહોતું. લગ્ન પછી બન્ને હાલ હનીમૂન મનાવવા માટે સ્વિત્ઝર્લેન્ડ પણ પહોંચી ગયાં હોવાના અહેવાલ છે.
નરગીસ અને ટોની વચ્ચે ત્રણેક વર્ષથી ડેટિંગ ચાલતું હતું. જોકે, નરગિસે પોતાની રિલેશનશિપ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું નથી.