સિંધુ સંસ્કૃતિની પશ્ચાદભૂમાં પાંગરતી પ્રેમકથા ઉપર આધારિત આ ફિલ્મ માટે રિતિક રોશનનું ગત સપ્તાહે કચ્છમાં આગમન થયું છે. સંભવતઃ ત્રણ માસ સુધી આ ફિલ્મનું શૂટીંગ કચ્છમાં થશે. આ ફિલ્મ માટે ત્રણેક વર્ષથી આશુતોષે સાત પૂરાતત્વવિદોની મદદથી દેશની વિવિધ હેરીટેજ સાઈટનો અભ્યાસ કર્યો હતો જેમાં કચ્છની ધોળાવીરા સાઈટની પણ તેણે મુલાકાત લીધી હતી, આશુતોષ કહે છે કે જેમ ‘લગાન’ માટે આમીરખાન સિવાય બીજા હીરોની કલ્પના થઈ શકતી નથી એમ, આ ફિલ્મ માટે રિતિક એકદમ યોગ્ય છે. પ્રાચીન સંસ્કૃતિની પ્રેમકથાના હીરો તરીકે રિતિકની એકસાથે તારીખો મેળવવા ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી.
આશુતોષે અગાઉ રિતિકને લઈને ‘જોધા અકબર’ ફિલ્મ બનાવી હતી, આ પૂર્વે શાહરૂખ સાથે સ્વદેશ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં રિતિકની સામે મિસ યુનિવર્સ રનર્સઅપ રહી ચૂકેલી પૂજા હેગડે અભિનય આપશે.