આજકાલ ફિલ્મોમાં બહુ ઓછા દેખાતા પદ્મશ્રી નાના પાટેકરને હવે ખેડૂતોની ચિંતા સતાવે છે, જોકે, તે પોતાને પણ ખેડૂત પણ ગણાવે છે. તેઓ કહે છે કે, સમય મળે ત્યારે ખેતી કરું છું. નાનાએ ખેડૂતોને અપીલ કરી છે કે હતાશ થઈને આપઘાત કરતા પહેલાં તેમણે એક વખત પોતાનો સંપર્ક કરવો. નાના પાટેકરે તંગ આર્થિક સ્થિતિને કારણે આપઘાત કરનાર ખેડૂતોની ૧૮૦ વિધવાઓને રૂ. ૧૫-૧૫ હજારની સહાય કરી હતી. તેમણે પોતાનો સંપર્ક નંબર પણ વિવિધ સરકારી સંગઠનો અને ખેડૂતોને આપ્યો છે. નાનાએ જણાવ્યું હતું કે વરસાદ ન પડતા ખેડૂતોને ફરીથી વાવેતર કરવું પડ્યું છે. જે વાવ્યું હતું તે ઊગ્યું નથી. પરિણામે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે. તેથી મારાથી શક્ય તેટલી મદદ હું તેમની કરી રહ્યો છું.
દેવ પટેલ-પલ્લવી સારડા સાથે ચમકશે
થોડા સમય અગાઉ ફિલ્મોમાં પદાર્પણ કરેલી પલ્લવી સારડામાં ધીરે ધીરે આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તે ‘બેશરમ’ ફિલ્મમાં રણવીર કપૂર દેખાઇ છે. આ ઉપરાંત આયુષ્યમાન ખુરાના સાથે તેની કોમેડી ફિલ્મ ‘હવાઈજાદા’ આવી હતી. ૨૭ વર્ષીય પલ્લવીએ હોલિવૂડની ફિલ્મ ‘લાયન’ સાઇન કરી હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મમાં તેની સાથે નિકોલ કિડમેન, રુની મારા અને ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમ ડોગ મિલિયનર’થી જાણીતા બનેલા દેવ પટેલ પણ છે. પલ્લવીએ ગત વર્ષે હોલિવૂડ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું અને તેની પસંદગી દેવ પટેલની મિત્રની ભૂમિકા માટે થઈ છે. આ ફિલ્મની વાર્તા એક યુવાન પાત્રની આસપાસ ફરે છે.
પાંચ વર્ષનું એક બાળક કોલકાતામાંથી માતાથી વિખુટું પડે છે, તેને ઓસ્ટ્રેલિયાનું એક દંપતી દત્તક લે છે. જ્યારે તે પચ્ચીસ વર્ષનો થાય છે ત્યારે તેને પોતાની માતાને મળવાની ઇચ્છા જાગે છે.