મહાનાયક અમિતાભ બચ્ચને ૧૧મી ઓકટોબરે પોતાની ૭૭મી વર્ષગાંઠ સાદાઇથી ઊજવી હતી. મુંબઇના જૂહુ બિચ પાસે આવેલા તેમના પ્રતીક્ષા બંગલા પાસે બિગ બીના ચાહકોના ટોળા વળ્યા હતા. અમિતાભના ચાહકોએ તેમને વિવિધ રીતે શુભકામના આપી હતી. આ દરમિયાન એક માણસે તો અમિતાભના ગેટઅપ જેવો ગેટઅપ કરીને તેમને વિશ કર્યું હતું. જ્યારે એક અન્ય ચાહકે પોતાની છાતી પર બિગ બીનું ટેટુ ચિતરાવ્યું હતું તેમજ અન્યએ અમિતાભની તસવીર હાથમાં પકડી હતી. અમિતાભે પોતાના ચાહકોને નિરાશ ન કરતાં તેમણે ‘વેવ’ તેમજ હાથ જોડીને નમસ્તે કર્યું હતું તેમજ આભાર માન્યો હતો. ઘણા લોકોનાં હાથમાં ‘૭૭મી હેપ્પી બર્થડે’ જેવા બેનરને હાથમાં પકડીને ઊભા હતા.
સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરોમાં દેખાય છે કે અમિતાભ બચ્ચન સફેદ રંગના ભરતકામ કરેલા કુર્તામાં પોતાનો વેશ ધારણ કરીને આવેલા અને તેમના બંગલા બહાર ઊભેલા લોકોની શુભેચ્છા ઝીલી રહ્યા હતા અને લોકોને નમસ્તે તેમજ વેવ કરતા જોવા મળ્યો છે. જ્યારે તેમના ચાહકો પણ તેમને વિવિધ રીતે શુભેચ્છા આપતા હતા.