બોલિવૂડ અભિનેતા અને ફિલ્મનિર્માતા નીરજ વોરા ઓક્ટોબર મહિનાથી કોમામાં છે તથા એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. નીરજને દિલ્હીમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેથી એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. નીરજના મિત્રોના કહેવા પ્રમાણે નીરજ લાંબા સમયથી વેન્ટિલેટર પર હતા. નીરજને તાજેતરમાં નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. હાલમાં નીરજની તબિયત ઠીક છે પરંતુ તેઓ સંપૂર્ણ રીતે નહીં અને તેમની તબિયતની કાળજી હોસ્પિટલમાં જ અનિવાર્ય હોવાનું તબીબોએ જણાવ્યું છે.
‘મન’ અને ‘બાદશાહ’ જેવી ફિલ્મોમાં નીરજે પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યુ હતું. સાથે જ ‘ખિલાડી ૪૨૦’ અને ‘ફિર હેરા ફેરી’ જેવી ફિલ્મોનું નિર્દેશન નીરજે કર્યુ છે. વોરાએ ‘રંગીલા’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’, અને ‘હેરા ફેરી’ જેવી ફિલ્મોનું સ્ક્રિનપ્લે પણ લખ્યુ છે. બોલિવૂડનાં આ ટેલેન્ટેડ આર્ટિસ્ટ વિશે સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે કે, તેમની પત્નીનું પણ અવસાન થઇ ચૂક્યુ છે અને તેમના કોઇ બાળકો પણ નથી.
નીરજના મિત્રો આમિર ખાન અને પરેશ રાવલ તેની તબિયતની ખબર પૂછવા હોસ્પિટલની મુલાકાત લેતા રહે છે.