નવી દિલ્હીઃ ૬૪મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ વિતરણ સમારોહ ત્રીજી મેએ સાંજે ૬-૦૦ કલાકથી દિલ્હીમાં શરૂ થયો હતો. તેમાં સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘રુસ્તમ’ માટે અક્ષયકુમારને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અપાયો હતો. ઉત્તર પ્રદેશને સૌથી વધુ ફિલ્મલક્ષી રાજ્ય તરીકે પસંદ કરાયું છે. આ અવસરે સોનમ કપૂર પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજાની સાથે નજરે પડી હતી. ઘણી વખત સાથે દેખાતા આ યુગલે ક્યારેય જાહેરમાં પોતાનાં પ્રેમસંબંધનો સ્વીકાર કર્યો નથી, મીડિયાની ખબર મુજબ સોનમ કપૂર અને તેનાં બિઝનેસમેન બોયફ્રેન્ડ આનંદ આહુજા આ વર્ષના અંતમાં લગ્ન કરી લેશે.