બંજારાહિલ્સ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે, ‘શ્વેતા પ્રસાદને પકડીને સરકારી પુનર્વસન કેન્દ્રમાં મોકલાઇ છે. બીજી તરફ શ્વેતાએ કહ્યું હતું કે, ‘મેં મારી કારકિર્દીમાં ખોટી પસંદગી કરી છે. મારા પરિવારની સંપૂર્ણ જવાબદારી મારી ઉપર છે. મારી માટે આવકના તમામ સ્ત્રોત બંધ થતાં કેટલાંક લોકોએ મને વેશ્યાવૃત્તિ કરવા કહ્યું હતું. આ બધું સહન કરનારી હું એકલી નથી, અનેક અભિનેત્રીઓ આ પ્રવૃત્તિમાં છે’. શ્વેતાએ ૧૧ વર્ષની ઉંમરે ‘મકડી’ ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવી હતી. પછી નાગેશ કુકુનૂરની ‘ઇકબાલ’, ‘વાહ! લાઇફ હો તો ઐસી’, ‘ડરના જરૂરી હૈ’ ફિલ્મોમાં તથા ટીવી સિરિયલ ‘કહાની ઘર ઘર કી’માં ઓમ-પાર્વતીની પુત્રીનું પાત્ર ભજવીને લોકચાહના મેળવી હતી.