હિન્દી ફિલ્મ ‘ક્વીન’માં સુંદર અભિનય માટે કંગના રનૌતને નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર થયો છે. ગત સપ્તાહે જાહેર થયેલા ૬૨મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે, જ્યારે વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ ફિલ્મને વિવિધ પાંચ એવોર્ડ જાહેર થયા છે.
કંગનાનો આ બીજો નેશનલ એવોર્ડ છે. અગાઉ ૨૦૧૦માં તેણે ‘ફેશન’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ચૈતન્ય તમ્હાનેની મરાઠી, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં બનેલી બહુભાષી ફિલ્મ ‘કોર્ટ’ના ફાળે ગયો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ત્રીજી મેના રોજ શશી કપૂરને એનાયત થનારા દાદાસાહેબ ફાળકે એવોર્ડની સાથે જ નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરશે.
કઈ કેટેગરીમાં કોને એવોર્ડ
શ્રેષ્ઠ ફિલ્મઃ કોર્ટ (બહુભાષી ફિલ્મ)
શ્રેષ્ઠ અભિનેતાઃ સંચરી વિજય (નાનુ અવનલ્લા અવાલુ)
શ્રેષ્ઠ અભિનેત્રીઃ કંગના રનૌત (ક્વીન)
શ્રેષ્ઠ દિગ્દર્શકઃ શ્રીજીત મુખરજી (ચોતુષ્કોન)
શ્રેષ્ઠ સંગીતકારઃ વિશાલ ભારદ્વાજ (હૈદર)
શ્રેષ્ઠ સંવાદઃ વિશાલ ભારદ્વાજ (હૈદર)
શ્રેષ્ઠ ગાયકઃ સુખવિન્દર સિંહ (બિસ્લિમ-હૈદર)
શ્રેષ્ઠ ગાયિકાઃ ઉત્તરા ઉન્નીક્રિષ્નન (અઝાગુ-સૈવમ)
શ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શકઃ સુદેશ (બિસ્મિલ - હૈદર)
શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મઃ મેરિકોમ