નવી દિલ્હીઃ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં તાજેતરમાં ૬૬માં નેશનલ ફિલ્મ એવોર્ડ ૨૦૧૯નું આયોજન થયું હતું. જેમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને તેમના કામ બદલ રાષ્ટ્રીય પુરસ્કાર વડે સન્માનિત કર્યાં હતાં. કાર્યક્રમમાં આ વર્ષે નેશનલ એવોર્ડ વિજેતા સિનેમાની હસ્તીઓ અને લોકો હાજર રહ્યા હતા. વિજેતાઓને વિવિધ કેટેગરી પ્રમાણે સ્વર્ણ અને રજતકમળ આપી ઉપરાષ્ટ્રપતિએ સન્માનિત કર્યાં હતાં.
અક્ષયકુમાર, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, સંજય લીલા ભણસાલી, કીર્તિ સુરેશ સહિતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લોકો પણ એવોર્ડ લેવા માટે પહોંચ્યા હતા. આ વર્ષે ‘અંધાધૂન’ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ બે લોકોને મળ્યો છે.
‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માટે વિકી કૌશલ અને ‘અંધાધૂન’ માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. અક્ષયકુમારને ‘પેડમેન’ માટે બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈશ્યુનું સન્માન મળ્યું છે. સાઉથની અભિનત્રી કીર્તિ સુરેશને ‘મહાનતી’ ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસના એવોર્ડથી નવાજવામાં આવી છે. ૭૪ વર્ષીય અભિનેત્રી સુરેખા સિકરીને ‘બધાઈ હો’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ અપાયો છે. સુરેખા સિકરી વ્હિલચેર પર એવોર્ડ લેવા માટે પહોંચ્યાં હતાં. આ વખતે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નો દબદબો રહ્યો હતો. ‘હેલ્લારો’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તો સ્પેશિયલ જ્યુરી શ્રેણીમાં ‘હેલ્લારો’ની ૧૩ અભિનેત્રીઓને પણ રજતકમળથી સન્માનિત કરાઈ હતી. ગુજરાતી ફિલ્મ ‘રેવા’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનું સન્માન મળ્યું હતું.
• બેસ્ટ હિંદી ફિલ્મઃ અંધાધૂન
• બેસ્ટ એક્ટરઃ આયુષમાન ખુરાના (અંધાધૂન), વિકી કૌશલ (ઉરી)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સ્વાનંદ કિરકિરે (ચુંબક)
• બેસ્ટ એકટ્રેસઃ કીર્તિ સુરેશ (મહાનતી)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ સુરેખા સિકરી (બધાઈ હો)
• બેસ્ટ ડાયરેક્ટરઃ આદિત્ય ધર (ઉરી)
• બેસ્ટ કોરિયોગ્રાફરઃ જ્યોતિ, કૃતિ મહેશ (ઘુમર – પદ્માવત)
• બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરઃ સંજય લીલા ભણશાલી (પદ્માવત)
• બેસ્ટ ફિલ્મ ફ્રેંડલી સ્ટેટઃ ઉત્તરાખંડ
• બેસ્ટ શોર્ટ ફીચર ફિલ્મઃ ખરવસ
• બેસ્ટ ફીચર ફિલ્મઃ હેલ્લારો
• બેસ્ટ ફિલ્મ ઓન સોશ્યલ ઈશ્યુઃ પેડમેન