ઘણા સમયથી ફિલ્મોમાં નહીં દેખાતી નેહા ધૂપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે. તેણે મુંબઇમાં રસ્તાની હાલત અંગે નારાજગી વ્યક્ત કરી છે. તે કહે છે કે, મહારાષ્ટ્ર સરકાર રસ્તા સુધારવામાં ધ્યાન આપતી નથી. તેણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ‘સરકારનું કામ સેલ્ફી લેવાનું કે યોગા કરવાનું નથી. સરકારે જોવું જોઈએ કે નાગરિકો કેટલા સુરક્ષિત છે.’ આ ટ્વિટ પછી નેહા ધૂપિયા ટોપ ટ્રેંડ્સમાં આવી ગઈ હતી. જોકે, લોકોએ નેહાના આ ટ્વિટને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનું કામ ગણાવ્યું છે.
નેહાના આવા વલણ અંગે ઘણા લોકોએ જવાબ આપ્યો છે. એક ટ્વિટમાં નેહાને ‘નેહા ધુલગયિ’ કહેવામાં આવી હતી. તો કેટલાક લોકો તેના સમર્થનમાં પણ આવ્યા હતા. નેહાના આ ટ્વિટને ૩૦૦૦થી પણ વધુ રિ-ટ્વિટ કરવામાં આવ્યા હતા.