ફીલ્મ અભિનેતાઅો, પ્લેબેક સિંગર્સ, જાણીતા નાટકો અને વિવિધ શોનું શાનદાર આયોજન કરતા ગેલેક્સી શો લંડનના વિખ્યાત પંકજભાઇ સોઢા બ્રિટનવાસી ગુજરાતીઅોને હસી હસીને બેવડ વાળી દેવા ખૂબ જ જાણીતા ૩ કલાકારો અરવિંદ શુક્લા, ધવલ સોની અને ભરત આહિરના વિખ્યાત શો હાસ્યનો વરસાદ – લાફ્ટર એક્સપ્રેસનું આયોજન આગામી તા. ૧૫ જૂનથી ૮ જુલાઇ દરમિયાન રાયસ્લીપ, બોલ્ટન, હેરો, બર્મિંગહામ, લેસ્ટર, ઇલફર્ડ, માંચેસ્ટર, કોવેન્ટ્રી ખાતે કર્યું છે.
અરવિંદ શુક્લા
અરવિંદભાઇ છેલ્લા ૩૦ વર્ષથી હાસ્યના કાર્યક્રમ કરે છે. સ્ટાર વનમાં આવતો ખૂબ જ લોકપ્રિય શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ', દૂરદર્શનના 'ગમ્મત ગુલાલ', ઈ-ટીવીના 'ધત તેરી કી', ઝી ગુજરાતીના 'તાજા હસગુલ્લા'માં પણ કામ કર્યું છે. તે સિવાય યુએસએ, યુકે, દુબઇ, મસ્કત, નાઇરોબી, યુગાન્ડામાં હિન્દી, ગુજરાતી, પંજાબી, સિંધી અને મારવાડી ભાષામાં હાસ્યના કાર્યક્રમો કર્યા છે. એમનો એક જ મંત્ર છે 'હસો યારો, હસો મજા કરો અને રોજ હશો'.
ધવલ સોની
છેલ્લા ૧૫ વર્ષથી હાસ્યના કાર્યક્રમ કરતા ધવલભાઇ સોનીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાતી સાહિત્ય અને હાસ્યમાં પ્રથમ ઇનામ મળેલ છે. દૂરદર્શનના 'ગમ્મત ગુલાલ', ઇ-ટીવીના 'ધત તેરી કી', ઝી ગુજરાતીના 'તાજા હસગુલ્લા' જેવા અનેક હાસ્યના શો કરેલ છે. તેમણે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરેલ છે.
ભરત (જીંઝાલા) આહિર
છેલ્લા ૧૭ વર્ષથી હાસ્ય અને સાહિત્યના કાર્યક્રમ કરતા ભરતભાઇ માટે કહેવાય છે કે ગુજરાતનો એવો કોઇ જિલ્લો કે તાલુકો નહિં હોય જ્યાં તેમના પોગ્રામ થયા ના હોય. ગુજરાતી ટીવી ચેનલો લક્ષ્ય ટીવી, GTPL ડાયરો ચેનલ ઊપર દર સપ્તાહે બે-બે દિવસ તેમના પોગ્રામ આવે છે. ગુજરાત સરકારની સહાયથી ગત વર્ષે કેન્યાના મોમ્બાસા અને નાઇરોબીમાં તેમણે હાસ્યના પોગ્રામ કર્યા હતા. ગુજરાતમા લોકસાહિત્ય અને હાસ્ય ક્ષેત્રના જાણીતા કલાકારો અરવિંદ શુક્લ, ધવલ સોની અને ભરત આહિરના ગુજરાતી હાસ્ય અને સાહિત્યના જલસા 'હાસ્યનો વરસાદ'માં ભીંજાવા માટે આપની નજીક યોજાયેલા કાર્યક્રમમાં જરૂર જજો. નહિં તો પછી લોકો કહેશે તે સાંભળીને હસવું પડશે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ૨૩. or call Pankaj Sodha 07985 222 186