ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર હરભજન સિંહ પોતાની રમતથી તો પ્રખ્યાત છે જ હવે તે સિલ્વર સ્ક્રીન પર પણ દેખાશે. હરભજન સિંહ પંજાબી ફિલ્મ ‘ફ્રેન્ડશિપ’થી અભિનયમાં પર્દાપણ કરવા માટે તૈયાર છે. ભારતીય સિનેમામાં આ પ્રથમ વખત થશે, જ્યારે કોઈ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. રિલીઝ મેકર્સે ટ્વીટર પર ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે. મેકર્સે જાહેરાત કરી છે કે, ભારતીય સિનેમામાં પહેલી વાર. ક્રિકેટર હરભજન સિંહ અપકમિંગ ફિલ્મ ‘ફ્રેન્ડશિપ’માં લીડ રોલ પ્લે કરશે. આ ફિલ્મના પોસ્ટરમાં કોઈનો ચહેરો તો દેખાઈ રહ્યો નથી, પરંતુ તેમાં હાથકડી લાગેલા બે હાથ અને ક્રિકેટનું ખાલી મેદાન જોવા મળી રહ્યું છે. ફિલ્મ ‘ફ્રેન્ડશિપ’ના પોસ્ટરને હરભજન સિંહે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર જેપીઆર અને શામ સૂર્યા છે. તો જેપીઆર અને સ્ટાલિને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.