નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચને પનામા પેપર્સમાં સામે આવેલી ચાર કંપનીઓ સાથે કોઈપણ પ્રકારનું જોડાણ હોવાની ૧૩મી જૂને ના પાડી દીધી છે, જેમાં તેમને ડિરેક્ટર બતાવવામાં આવ્યા છે. અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન એક્સ્પ્રેસ દ્વારા રેકોડ્ર્સની સમીક્ષા કર્યા બાદ જાણવા મળ્યું છે કે, અમિતાભ બચ્ચનને ચાર કંપનીમાંથી એક Tramp Shipping Limited (Bahamas)ના ડિરેક્ટર બનાવવામાં આવ્યા બાદ કંપનીએ ૧૯૯૪માં તેમના ભાઈ અજિતાભ બચ્ચનની સહમાલિકી હકવાળી કંપની પાસેથી એક જહાજ ખરીદ્યું હતું.
આ પહેલાં MV Nile Delta નામનું આ શિપ Nile Shipping Ltd પાસે હતું. આ કંપની ૧૯૯૦-૯૧માં અજિતાભ બચ્ચન દ્વારા મહેરનૂસ ખજોટિયા અને લંડનના વકીલ સરોશ જાયવાલાની સાથે પાર્ટનરશિપમાં બનાવવામાં આવેલી ચાર કંપનીઓમાંની એક છે. અમિતાભે શિપ ખરીદવા સંબંધે કોઈ જવાબ આપ્યા નથી.