પરિણીતિ ચોપરા હવે અગાઉ કરતા શરીરે પાતળી દેખાય છે. બોલિવૂડમાં એવી ચર્ચા છે કે તેણે ૧૦ કિલો વજન ઉતારવા રૂ. ૧૦ લાખનો ખર્ચ કર્યો છે. તેને આવું શરીર બનાવતા આઠ મહિના લાગ્યા છે. ગયા વર્ષે જેવી તે દેખાતી હતી હવે તેના કરતાં તે સ્લિમ એન્ડ ટ્રિમ થઈ ગઈ છે. પરિણીતિએ શરીર ઘટાડવાની સારવાર ઓસ્ટ્રિયામાં લીધી છે. અર્જુન કપૂર પણ ઓસ્ટ્રિયામાં આ ડેટોક્સ પ્રોગ્રામ જોડાયો હોવાનું કહેવાય છે. ચર્ચા એવી હતી કે પરિણીતિએ શરીર ઘટાડવાની સર્જરી કરાવી છે પરંતુ તેના શરીરમાં આ જાદુ ડેટોક્સ પ્રોગ્રામથી થયો છે. આ સારવારમાં કોઈ સર્જરી થતી નથી પરંતુ તેમાં ઘણા ટેસ્ટ થાય છે. તેના આધારે છ મહિનાનો ડાયેટ ચાર્ટ આપવામાં આવે છે, જેનું કડક પાલન કરવાનું હોય છે. ૧૫થી ૩૦ દિવસ માટે આ ડાયેટ ચાર્ટનો ખર્ચ રૂ. ૫થી ૩૦ લાખ થાય છે. આદિત્ય ચોપરા અને રાની મુખરજી પણ આ ચાર્ટ અનુસરે છે.