બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ ૧૧ વર્ષ બાદ પતિ સાહિલ સાંગાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યાનો ખુલાસો દિયાએ સોશિયલ મીડિયા પર કર્યો હતો. દિયાએ જણાવ્યું કે, ૧૧ વર્ષ સાથે રહ્યા બાદ અમે બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, આગળ પર અમે સદાય મિત્રો રહીશું. અમે એકમેકને સન્માન આપતા રહેશું. અત્યાર સુધીના સાથ માટે અમે એકબીજાના આભારી છીએ. આમ તો, દિયા મિર્ઝાએ પાંચ વર્ષ પહેલાં ૧૮ ઓક્ટોબરના દિલ્હીમાં મિત્ર સાહિલ સાંગા સાથે લગ્ન કર્યાં હતા, પરંતુ બન્ને એકમેકને ૧૧ વર્ષથી જાણે છે.