કોમેડી કિંગ જોની લિવર અને તેની પુત્રી જેમીની ફિલ્મ ‘હાઉસફુલ-૪’માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ એન્ડ ટીમ સાથે જોવા મળશે. જેમીએ પિતાની સાથે જ તાજેતરમાં સંવાદોનું રિહર્સલ કર્યું હતું ‘હાઉસફુલ-૪’ની કથા પુનર્જન્મ પર આધારિત છે. આથી પહેલાના અને અત્યારના એમ બંને જન્મમાં જોની અને જેમી છે. એક જન્મ ‘બાહુબલી’ના સમયનો છે. જેના શૂટિંગ માટે મુંબઈમાં વિશાળ સેટ બનાવવામાં આવ્યો છે. જ્યારે વર્તમાન સમયનું શૂટિંગ લંડનમાં થયું છે. ફિલ્મના મોટા ભાગના દૃશ્યો શૂટ થઈ ગયા છે. ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ સાથે બોબી દેઓલ, રાણા દગ્ગુબાટી, પૂજા હેગડે, ક્રીતિ સેનન, ક્રિતિ ખરબંદા અને ચંકી પાંડે પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.