બોલીવૂડના ૭૦ વર્ષીય અભિનેતા કબીર બેદીએ પોતાનાથી ૨૯ વર્ષ નાની અને પોતાની પુત્રી પૂજા બેદી કરતાં ચાર વર્ષ નાની છોકરી પરવીન દુસાંજ સાથે ૧૭મી જાન્યુઆરીએ લગ્ન કર્યાં છે. તેમના લગ્ન બાદ પિતાથી નારાજ પૂજા બેદીએ ટ્વીટ કરી હતી કે, મારા જીવનમાં પણ નવી અપરમા - ડાયન આવી ગઈ છે. જોકે સાંજે તેણે આ ટ્વીટ પાછી ખેંચી લીધી હતી.
૧૬ ડિસેમ્બરે કબીર બેદીનો ૭૦મો જન્મદિવસ હતો. તેમાં દેશ-વિદેશથી આવેલાં મહેમાનોની હાજરીમાં લગ્નની જાહેરાત કરી હતી. પરવીન દુસાંજ હાલ ૪૧ વર્ષની છે. કબીર અને પરવીન છેલ્લા ૧૦ વર્ષથી એકબીજા સાથે રહે છે. એ અગાઉ કબીર બેદી પ્રોતિમા, સુસાન હલ્ફ્રેસ અને નિક્કી સાથે લગ્ન કરી ચૂક્યા છે.
બર્થડે સેલિબ્રેશનના એક દિવસ અગાઉ ૧૫ જાન્યુઆરીએ કબીરનો પરિવાર અને તેમના નજીકના મિત્રો ગેટ વે ઓફ ઇન્ડિયાથી અલીબાગ પહોંચ્યા હતા. ત્યાં એક ફેમિલી મેમ્બરના ઘરે બન્નેએ લગ્ન કર્યા તો તમામ સરપ્રાઇઝ્ડ થઇ ગયા હતા. એ પછી બન્ને આશીર્વાદ લેવા માટે ગુરુદ્વારા પણ પહોંચ્યા હતા.