મોડલ અને રિયાલિટી શો બિગ-બોસની ભૂતપૂર્વ સ્પર્ધક પૂજા મિશ્રા સાથે એક બિઝનેસમેને પોતાની ઇવેન્ટ માટે કરાર કર્યા હતા. ત્યારપછી બિઝનેસમેને પૂજાને દિલ્હીની વૈભવી હોટલમાં ઉતારો આપ્યો હતો. જ્યાં પૂજા થોડા દિવસથી રહેતી હતી. ૧૭મી ઓક્ટોબરે રાતના પૂજાને કોઇ વાતે ગુસ્સો આવ્યો હતો અને તેણે હોટલમાં બૂમબરાડા પાડીને ધમાલ મચાવી હતી અને પોલીસને ફોન કરીને આયોજક પર જ રેપનો આરોપ મૂક્યો હતો. જોકે પાછળથી પૂજાએ પોલીસને આ બાબતે લેખિત ફરિયાદ આપી નહોતી કે રેપ થયાના તબીબી પરીક્ષણની પણ ના પાડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ૧૨ ઓકટોબરે પૂજાએ દિલ્હીની એક પ્રખ્યાત હોટલમાં રમકડાંની પિસ્તોલથી લોકોને ડરાવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં એક સ્ટોરમાં બે યુવકો પર છેડતીનો આરોપ મૂકીને તેમની ધરપકડ કરાવી હતી અને પોલીસે પૂછપરછ બાદ યુવાનોને છોડી મૂક્યા હતા. નવી દિલ્હી પોલીસનું કહેવું છે કે પૂજા દિલ્હીની ઘણી હોટલોમાં આવી ધમાલ મચાવી ચૂકી છે તેણે ઘણા લોકો પર રેપના આરોપ પણ ભૂતકાળમાં મૂક્યા છે.