ટચૂકડા પડદાનો કલાકાર અમિત ટંડન તેની પૂર્વ પત્નીના લીધે હજી મુશ્કેલીમાં મુકાય છે. પૂર્વ પત્ની અને ડર્મેટોલોજિસ્ટ રૂબી સાથે દસ વર્ષ પહેલાં અમિતનું લગ્નજીવન શરૂ થયા પછી હાલમાં અમિત સાત વર્ષની પુત્રીનો પિતા છે અને રૂબી હાલ દુબઇમાં કારાવાસમાં છે. પુત્રી માટે કરીને રૂબીને જામીન મળે તે માટે અમિત પ્રયત્ન કરી રહ્યો છે. જોકે ઉદ્ધત વર્તણૂકને કારણે રૂબીને જામીન પણ નથી મળતાં. સોશિયલ મીડિયાના એક પોર્ટલની વાત માનીએ તો રૂબી પર સરકારી અધિકારીઓ સાથે ઉદ્ધત વર્તણૂક અને તેમને ધમકી પણ આપી હોવાનું કહેવાય છે. પરિણામે રૂબીને જામીન પણ મળતા નથી. અમિત સહાનુભૂતિ દાખવીને રૂબીની મદદ માટે દુબઇ પણ ગયો હતો, પણ પૂર્વ પત્નીને છોડાવવામાં તે નિષ્ફળ ગયો હતો.