વિદેશોમાં ખાસ કરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જેવા દેશોમાં રંગભેદની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં ખાસ કરીને ભારતીયો-એશિયન તેનો ભોગ વધુ બનતા હોય છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, કે તેની સાથે બાળપણમાં અમેરિકાની સ્કૂલમાં રંગભેદી વ્યવહાર થયો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે, મારું બાળપણ ઉત્તરપ્રદેશના બરેલીમાં વીત્યું હતું અને ત્યાંથી હું બોસ્ટન જઈને ત્યાંની શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ શાળાની અન્ય વિદ્યાર્થિનીઓ મારા પર રંગભેદની ટિપ્પણીઓ કરતી હતી. કેટલીક છોકરીઓ મને બ્રાઉની પણ કહેતી હતી. તેનું કહેવું છે કે એ ભારતીય હોવાનો લીધે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું.’ આવી ટિપ્પણીને લીધે પ્રિયંકાને ઝઘડો પણ થયો હતો અને તેની સજા પણ પ્રિયંકાને ભોગવવી પડી હતી. તેને ત્રણ દિવસ માટે શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.