પ્રિયંકા ચોપરાએ ભાઇનાં લગ્ન મન મૂકીને માણ્યાં

Sunday 16th February 2025 05:14 EST
 
 

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન મુંબઈ ખાતે ધામધૂમથી થયા હતા. પ્રિયંકાએ લગ્નના વરઘોડામાં બ્લ્યૂ ડ્રેસ સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થની જાનમાં પ્રિયંકા અને નિક જોનાસે પરિવાર સાથે બોલિવૂડના હિટ ગીતોની ધૂન પર નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સિદ્ધાર્થના લગ્ન માણી રહેલા પ્રિયંકા અને નિક જોનાસના ફોટોગ્રાફ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. પ્રિયંકા ચોપરા બીજી ફેબ્રુઆરીએ હૈદરાબાદથી મુંબઈ પરત આવી હતી.
નીલમ ઉપાધ્યાય સાથે સિદ્ધાર્થના લગ્ન નિમિત્તે પ્રિયંકાએ માતા કી ચૌકી સાથે પ્રસંગોની શરૂઆત કરી હતી. બાદમાં પીઠીના પ્રસંગના ફોટોગ્રાફ પણ તેણે શેર કર્યા હતા. બાદમાં મહેંદી સુધીમાં નિક જોનાસ અને તેના માતા-પિતા પણ લગ્નમાં જોડાઈ ગયા હતા.
પ્રિયંકાની કઝિન મનારા ચોપરાએ લગ્નના દરેક પ્રસંગમાં હાજરી આપી હતી. પ્રિયંકાને પોતાની કઝિન મનારા અને પરિણિતી સાથે ખાસ નહીં ફાવતું હોવાનું કહેવાય છે. જોકે પ્રિયંકાના ભાઈના લગ્નમાં મનારા ઉપરાંત પરિણીતીએ પણ હાજરી આપી હતી. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ પોતાના ઘરનો પ્રસંગ હોય તેમ લગ્નમાં ભાગ લીધો હતો. લગ્ન પૂર્વ સંગીત નાઈટમાં પણ પ્રિયંકા અને નિકે બોલિવૂડના હિટ ગીતો પર મન મૂકીને ડાન્સ કર્યો હતો.
પ્રિયંકાની અંબાણી પરિવાર સાથેની નિકટતા જાણીતી છે. સિદ્ધાર્થના લગ્નમાં નીતા અંબાણીએ દીકરી ઈશા અને પુત્રવધૂઓ રાધિકા-શ્લોકા સાથે હાજરી આપી હતી અને પ્રિયંકા તથા પરિવારને શુભેચ્છા આપી હતી. નિક જોનાસ-પ્રિયંકાના લગ્નમાં પણ ઈશા અંબાણી સહિતના પરિવારે હાજરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter