બોલિવૂડમાંથી હોલિવૂડમાં પદાર્પણ કરનારી અને અમેરિકન સિંગર નિક જોનાસ સાથે તાજેતરમાં જ સગાઈના બંધને બંધાનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ભાવિ સસરા પોલ જોનાસ પર દેણું વધી જતાં તેઓ તેમની સંપત્તિ વેચશે એવા સમાચાર છે. પ્રિયંકા - નિકની તાજેતરમાં જ સગાઈ થઈ છે અને હવે સૌ તેમનાં લગ્નની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સમાચાર આશ્ચર્યજમક હોવાનું કહેવાય છે. નિકના પિતા પોલની રિઅલ એસ્ટેટ કંપની પર એક મિલ્યન ડોલર (આશરે રૂ. ૭.૧ કરોડ રૂપિયા)નું દેવું થયું છે. હવે દેવું ચૂકવવા પોલ પોતાની ન્યૂ જર્સીમાં આવેલી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ કંપનીની સંપત્તિ વેચવાની યોજનામાં છે.
નિકની કરિઅરની વાત કરીએ તો તેણે પોતાના ભાઈઓ સાથે મળીને ૨૦૧૩માં વિશ્વભરમાં લાખો રેકોર્ડ્સ વેચી હતી. ત્યાર બાદ ત્રણેય ભાઈઓએ અલગ કામ કરવાનું શરૂ કર્યું હતું. નિક ૨૫ મિલિયન ડોલર (આશરે રૂ. ૧૭૭ કરોડ)ની સંપત્તિ ધરાવે છે. તેણે એક સોલો આર્ટિસ્ટ તરીકે આ પ્રોપર્ટી ઊભી કરી છે. આ સિવાય નિકે એક્ટિંગ કરિઅરની શરૂઆત પણ કરી છે.