બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં વિદેશી સિરિયલ ‘ક્વોન્ટિકો’ની બીજી સિઝનમાં ધૂમ મચાવે છે, પણ આ સિરિયલની પહેલી સિઝનનું શૂટિંગ શરૂ કરતા પહેલાં તેણે પ્રોડક્શન-હાઉસ સામે એક શરત મૂકી હતી. પ્રિયંકાએ તેના મેનેજરને જણાવ્યું હતું કે, રોમેન્ટિક દૃશ્યો અને કિસિંગ સીન કરવા માટે તે તૈયાર છે, પરંતુ તે ન્યુડ દૃશ્યો નહીં ભજવે. તેથી જ્યારે પ્રિયંકાએ આ સિરિયલનો કોન્ટ્રેક્ટ કર્યો હતો ત્યારે જ તેણે એમાં ‘નો ન્યુડિટી’નો ક્લોઝ એડ કરાવી દીધો હતો.