મુંબઈઃ પ્રિયંકા-નિક જોનાસનાં હિંદુ વિધિ મુજબ લગ્ન થયાં હતાં. કહે છે કે ક્રિશ્ચિયન મેરેજની એક વિધિ દરમિયાન પ્રિયંકા એના પિતા અશોક ચોપરાને યાદ કરી ઇમોશનલ થઈ ગઈ હતી. જોકે ત્યાં ઉપસ્થિત નિકના પિતા કેવિન જોનાસે પરિસ્થિતિને સંભાળી લીધી અને પ્રિયંકાના પિતાની ફરજ પણ અદા કરી હતી. બન્યું એવું કે ક્રિશ્ચિયન રીતરિવાજ મુજબ કન્યા એના પિતાનો હાથ પકડી વરરાજા પાસે પહોંચે છે. ત્યાર બાદ કન્યાના પિતા પુત્રીનો હાથ વરરાજાના હાથમાં સોંપે છે, પરંતુ પ્રિયંકાનાં પિતાનું કેન્સરની બીમારીને કારણે ૨૦૧૩માં અવસાન થયું હતું એટલે કેવિન જોનાસે જ પ્રિયંકાનો હાથ એમના પુત્રના હાથમાં સોંપી વેવાઈની ફરજ પૂરી કરી હતી.