હિન્દી ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકા ભજવતા પ્રેમ ચોપરાએ ૨૩ સપ્ટેમ્બરે જીવનના ૮૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમનો જન્મ ૧૯૩૫માં લાહોરમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેઓ પોતાની સંવાદ બોલવાની છટા કારણે જાણીતા છે. પ્રેમ ચોપરાએ ૩૦૦થી વધુ હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેઓ જાણીતા ફિલ્મકાર સ્વ. રાજ કપૂરના સાઢુભાઈ થાય છે અને શર્મન જોષી તથા વિકાસ ભલ્લાના સસરા પણ છે. પ્રેમ ચોપરા એકમાત્ર એવા કલાકાર છે કે જેણે કપૂર પરિવારમાં પૃથ્વીરાજ કપૂરથી લઇને રણબીર કપૂર સુધી તમામ સાથે કામ કર્યું છે.