ઈરફાન ખાન લગભગ એક વર્ષથી કેન્સરનો સામનો કરી રહ્યો હતો. તાજેતરમાં તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને હવે ત્રીજી એપ્રિલે તેણે તેના ફેન્સ માટે એક ઈમોશનલ મેસેજ લખ્યો છે. આ એક્ટરે ‘હિન્દી મીડિયમ-૨’ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેણે ટ્વિટ કર્યું હતું કે, ‘કદાચ જીત મેળવવાની કોશિશમાં ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ કે પ્રેમ પામવાનું કેટલું મહત્ત્વ છે. અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને એ યાદ આવે છે. હું મારા જીવનના આ તબક્કાઓ પર મારાં પગલાં પાડી રહ્યો છું ત્યારે તમારા બધાના ભરપૂર પ્રેમ અને સપોર્ટ આપવા બદલ તમારો આભાર માનવા માંગું છું. હીલિંગની મારી પ્રોસેસમાં એનાથી મારી પીડા ઓછી થઈ હતી. આથી હું તમારી પાસે પાછો આવ્યો છું. હું દિલથી તમારો આભાર માનું છું...’ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચમાં ઈરફાને પહેલી વાર જાહેર કર્યું હતું કે તેને કેન્સર થયું છે અને એના ચાર મહિના બાદ તેણે ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર નામની બીમારી છે.