બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનની પત્ની નતાશા માધવાનીએ ૧૧મી ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો છે. ૪૩ વર્ષના ફરદીને બે દિવસના પુત્ર અજરિયસ સાથેની તસવીર ટ્વિટર પર અપલોડ કરી હતી. ફરદીન અને નતાશાનું પ્રથમ સંતાન પુત્રી છે અને તેનું નામ ઇઝાબેલ છે. ફરદીને તસવીર શેર કરતાં પ્રશંસકો અને શુભચિંતકોએ તેને શુભેચ્છા પાઠવી હતી જેનો જવાબ આપતાં ફરદીને લખ્યું હતું કે, તમારા અભિનંદન સંદેશ અને શુભેચ્છાઓ માટે આભાર.