દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસના નામે સરકાર, બેન્ક અને અન્ય સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બાંદરા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર તથા અન્ય સામે કેસ નોંધાયો છે. આરોપીઓની ઓળખ અનિલ મિશ્રા અને તેના પુત્ર અભિષેક મિશ્રા તરીકે થઇ છે. ભાજપ ફિલ્મ યુનિયનના મહારાષ્ટ્ર પ્રમુખ સમીર દીક્ષિતની ફરિયાદના આધારે કેસ નોંધાયો છે. દીક્ષિતે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને 19-20 ફેબ્રુઆરીના બાંદરાની ફાઇવસ્ટાર હોટેલમાં યોજાનારા દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડર્સ વિશે માહિતી મળી હતી, જેનું આયોજન અનિલ મિશ્રા અને તેની પત્નીની ઈન્ટરનેશનલ ટુરિઝમ ફેસ્ટિવલ પ્રા.લિ. દ્વારા કરાયું હતું.