દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી. દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત નાયડુએ થોડા સમય માટે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું અને તેલુગુદેશમની ટિકિટ પર તેઓ ૧૯૯૯માં લોકસભા બેઠક પરથી વિજેતા બન્યાં હતાં. રામાનાયડુએ તેલુગુ, તામિલ અને હિન્દી સહિત વિવિધ ભાષાઓમાં ૧૩૦થી વધુ ફિલ્મો બનાવી હતી. તેમનો જન્મ ૧૯૩૬માં આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કરમચેડુ ગામમાં થયો હતો.