૨૦૦ વર્ષ અગાઉનું પ્રાચીન કથાનક ધરાવતી ફિલ્મ ‘બાહુબલી’ અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામી છે, જે આજ સુધીની ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. ફિલ્મમાં રાણા દગુબટ્ટી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, પ્રભાસ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના અનેક જાણીતા કલાકારો છે.
બાહુબલી (પ્રભાસ) એક રાજ્યનો મોટો રાજવી છે, પણ તેનું શાસન તેના ભાઈ ભરત (રાણા દગુબટ્ટી)ને સોંપવામાં આવે છે. બાહુબલીને આ અધિકારથી કોઇ ફરક નથી પડતો, પણ એક સમય એવો આવે છે કે, જ્યારે પિતાનું નામ ખરાબ થાયછે ત્યારે જંગલમાં રહીને તૈયાર થયેલો બાહુબલી ફરીથી પોતે શાસક બનવા તૈયારી કરે છે. બાહુબલી એક સામાન્ય માનવી છે, પણ તેના શરીરમાં લોહી રાજવીનું છે. આ હિંસાગ્રસ્ત સંઘર્ષમાં તે એક એવા મોટા રાજવી સામે મેદાને પડે છે જે કોઈ પણ ઘડીએ તેનું પતન થઇ શકે છે, પરંતુ બાહુબલી જંગમાં અંત સુધી લડે છે અને પરિવારનું નામ રોશન કરે છે.
‘બાહુબલી’ ફિલ્મ પ્રદર્શિત થાય એ પહેલાં જ વિશ્વના સૌથી વિશાળ પોસ્ટરની બાબતમાં તેની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં થઈ ગઈ છે. કેરળના કોચીમાં ફિલ્મનું ૫૦,૦૦૦ સ્ક્વેર ફુટનું પોસ્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ફિલ્મ તામિલ અને તેલુગુની સાથોસાથ હિન્દીમાં પણ પ્રદર્શિત થઈ છે, જેને કરણ જોહરે રિલીઝ કરી છે.
--------------
નિર્માતાઃ કરણ જોહર
દિગ્દર્શકઃ એસ. એસ. રાજામૌલી
સંગીતકારઃ એમ.એમ. કરીમ
ગીતકારઃ મનોજ મુનતાશીર
ગાયકઃ કૈલાશ ખેર, નીતિ મોહન, પલક મુચ્છલ, શ્વેથા રાજ, બોમ્બે જયશ્રી વગેરે