ખૂંખાર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઓમર ઝફર (ડેની) લંડનમાં રહેલા ભારતના કોહિનૂર હીરાને ચોરવાનું કાવતરું ઘડે છે, પરંતુ એ પહેલાં જ રાજવીર નંદા (રિતિક રોશન) એ હીરાને ચોરીને ભાગે છે. આથી રાજવીરની પાછળ ઓમરના માણસો અને તે બંનેની પાછળ પોલીસ પડે છે. આ દરમિયાન શિમલામાં બેન્ક-રિસેપ્શનિસ્ટ હર્લિન સાહની (કેટરિના કૈફ) વગર કારણે ફસાઇ જાય છે. તેને સુરક્ષિત રાખવા માટે રાજવીર તેને પોતાની સાથે જ વર્લ્ડ-ટૂર કરાવતો ફરે છે અને બંને વચ્ચે પ્રેમ પાંગરે છે, પરંતુ રાજવીર અંતે કોહિનૂર હીરો શા માટે ચોરે છે? એ હીરાનું છેવટે શું થાય છે? આ બધા પ્રશ્નોના ઉત્તર જાણવા માટે ફિલ્મ જોવી રહી.
• દિગ્દર્શકઃ સિદ્ધાર્થ આનંદ • અન્ય કલાકારોઃ દીપ્તિ નવલ, કંવલજિત સિંહ, જાવેદ જાફરી, પવન મલ્હોત્રા, વિક્રમ ગોખલે, જિમી શેરગિલ વગેરે • ગીતકારઃ વિશાલ દદલાણી, અન્વિતા દત્તા, કુમાર • ગાયકઃ વિશાલ દદલાણી, એશ સિંહ, શિલ્પા રાવ, શેખર રવજિયાણી, હર્ષદીપ કૌર, બેની દયાલ, નીતિ મોહન • સંગીતકારઃ વિશાલ દદલાણી-શેખર રવજિયાણી