ડોલી પોતાની આવડતથી સોનુ (રાજકુમાર રાવ) અને મનોજસિંહ ચઢ્ઢા (વરુણ શર્મા)ને ખંખેરી ચૂકી છે. આ બંને સાથેની છેતરપિંડી એક સમાન છે. તે પહેલાં કોઇ યુવકને પોતાના પ્રેમમાં પાડે છે અને પછી લગ્નની રાતે આખાઘરમાંથી હાથફેરો કરીને રફુચક્કર થઈ જાય છે. જોકે, આવી ઘટના પછી સ્વાભાવિક રીતે પોલીસમાં ફરિયાદ પણ થાય છે અને ડોલીની શોધખોળ શરૂ થાય છે. જોકે પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા ડોલી ગાયબ થઈ જાય છે. ડોલી વધુ એક વાર આ જ પ્રકારની કામગીરી કરે છે અને આ વખતે કામ પાર પાડ્યા પછી તે બરાબરની ફસાય છે. હવે આગળની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આ જ નામની એક છોકરી હતી, જે લગ્ન કરવા ઇચ્છતા એવા યુવકોને પટાવવાનું કામ કરતી અને પછી તેને લૂંટીને ભાગી જતી. એ સાચી ડોલીએ અંદાજે આઠ મુરતિયા સાથે છેતરપિંડી કરી છે અને પછી તેના પર પોલીસનું દબાણ વધ્યું એટલે ડોલી પંજાબ છોડીને ભાગી ગઈ. આવી તરકીબ તેણે દિલ્હીમાં પણ અપનાવી હતી. જોકે ત્યાં પણ પોલીસ ડોલીને પકડી શકી નથી.
----------------------
નિર્માતાઃ અરબાઝખાન-મલાઇકા અરોરા ખાન
દિગ્દર્શકઃ અભિષેક ડોગરા
સંગીતકારઃ સાજિદ-વાજિદ
ગીતકારઃ ઇરફાન કમાલ, ડેનિશ સાબરી, કુમાર
ગાયકઃ સુનિધિ ચૌહાણ, રાહત ફતેહ અલી ખાન, મમતા શર્મા વગેરે