પવનકુમાર ચતુર્વેદી (સલમાનખાન) ઉર્ફે બજરંગીનો ઉછેર મધ્યમવર્ગીય હિન્દુ પરિવારમાં થયો છે. તે હનુમાનજીનો ભક્ત અને ઈમાનદાર વ્યક્તિ છે. તેના પિતા રોજગારી માટે તેને દિલ્હી જવાનું કહે છે. દિલ્હી પહોંચતાની સાથે જ પવનની મુલાકાત રસિકા (કરિના કપૂર) સાથે થાય છે. આ મુલાકાત પ્રેમમાં પરિણમે છે. આ દરમિયાન ખોવાયેલી એક મૂંગી છોકરી તેમના જીવનમાં પ્રવેશે છે. આ છોકરીને તેના પરિવાર સાથે મિલાપ કરાવવામાં પવન જ ફસાઈ જાય છે. કારણ કે, તેને ખબર પડે છે કે આ છોકરીના માતા-પિતાતો પાકિસ્તાનમાં રહે છે.
સરળ સ્વભાવનો બજરંગી તેને ઘરે પહોંચાડવાની જીદ પકડે છે. આ મૂંગી બાળકીને પવન મુન્ની કહીને સંબોધે છે જ્યારે પરિવારમાં તેનું નામ શાહિદા છે. હવે આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી.
------------------------------------
નિર્માતાઃ સલમાનખાન અને રોકલાઇન વેંકટેશ
દિગ્દર્શકઃ કબીરખાન
સંગીતકારઃ પ્રીતમ ચક્રવર્તી
ગાયકઃ કેકે, વિશાલ દદલાણી, અદનાન સામી, મિકા સિંહ, જાવેદ અલી, રેખા ભારદ્વાજ, રાહત ફતેહ અલીખાન
ગીતકારઃ મયૂર પૂરી, કૌસર મૂનિર, શબ્બિર એહમદ, નિલેશ મિશ્રા