ફિલ્મ મર્દાની-૨ એક્શન થ્રિલર ફિલમ છે. ફિલ્મમાં રાની મુખર્જી મુખ્ય ભુમિકા છે. ફિલ્મ મર્દાની-૨ ૨૦૧૪માં રિલીઝ થયેલી ‘મર્દાની’ની સિક્વલ છે. ફિલ્મમાં રાની મુખર્જી ફરી એક વખત ઈન્સ્પેક્ટર શિવાની રોયની ભૂમિકા કરતી જોવા મળશે. ફિલ્મના કથાવસ્તુની વાત કરીએ તો ફિલ્મ રાજસ્થાનના કોટામાં થયેલા રેપ કેસની સત્યાઘટના પર આધારિત છે. ટ્રેલર જોતાં જ અંદાજ લગાવી શકાય છે કે ઇન્સ્પેકટર શિવાની રાવ (રાની મુખર્જી) એક ૨૧ વર્ષીય વિકૃત માનસિક્તા ધરાવતા બળાત્કારી (વિશાલ જેઠવા)ની શોધમાં છે. તેણે એક છોકરી પર બળાત્કાર ગુજારીને તેનું મર્ડર કરીને લાશ ગટરમાં ફેંકી દીધી હોય છે. શિવાની આ કેસના આરોપીની શોધમાં છે. આ દરમિયાન શિવાનીની નજર તળે જ રેપ કેસનો આરોપી એક પછી એક છોકરી પર બળાત્કાર કરતો રહે છે. તેને રોકવાના શિવાની અથાગ પ્રયત્ન કરી રહી છે. ટ્રેલરમાં આરોપીનો ચહેરો બતાવવામાં આવ્યો નથી પણ તેનો અવાજ સંભળાય છે.
ટ્રેલર જોતાં તો ફિલ્મ દમદાર લાગી રહી છે. રાની મુખર્જીએ પણ ઇન્સ્પેકટર શિવાની રોયના લૂકને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. દર્શકો દ્વારા ફિલ્મના ટ્રેલરને ઘણું પસંદ કરવામાં આવ્યું છે. હવે ‘મર્દાની-૨’ દર્શકોના દિલમાં કેવું સ્થાન જમાવી શકે છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.