ફિલ્મ રિવ્યુઃ પાગલપંતી

Friday 29th November 2019 05:26 EST
 
 
અનીસ બઝમી ડિરેક્ટેડ અને જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, પુલકિત સમ્રાટ, અરશદ વારસી, ઉર્વશી રાઉતેલા, કૃતિ ખરબંદા, ઇલિયાના ડિક્રૂઝ જેવી લાંબી સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ ‘પાગલપંતી’ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અલગ અલગ અભિનેતાએ પોતાનાં દમદાર અભિનય કર્યો છે. ફિલ્મમાં એક સીનમાં જ્હોન કહે છે કે, જરૂરી નથી કે દરેક વસ્તુનો કોઈ અર્થ નીકળે. આ આખી કોમેડી ફિલ્મનો એ જ સાર છે. ફિલ્મના પહેલા જ સીનથી જોરદાર એક્શન અને જબરદસ્ત ડાયલોગ ડિલિવરી શરૂ થાય છે. ફિલ્મમાં અનિલ કપૂર ગેંગસ્ટર છે. અરશદ વારસી તેના વન લાઇનર્સ સાથે છવાયોલો છે. જ્હોન અબ્રાહમ અને પુલકિત સમ્રાટ આકર્ષક લાગે છે. ફિલ્મની નાયિકાઓ સુંદર દેખાય છે, પણ કેટલાક સંવાદોથી તે બેવકૂફ દર્શાવાઈ છે. સૌરભ શુક્લા ડાકુના રોલમાં ખૂબ હસાવે છે.
ફિલ્મમાં કાર ચેઝ સહિતની એક્શન સિક્વન્સ, આફ્રિકન સિંહ અને સુંદર ખૂબસૂરત લોકેશન્સનો ઉપયોગ છે. આ ફિલ્મ એક્શન ડ્રામા, સોન્ગ, કોમેડી મસાલાથી ભરપૂર છે.નિર્માતાઃ ભૂષણકુમાર, અભિષેક પાઠક, ક્રિશનકુમાર અને કુમાર મંગત પાઠકલેખન-દિગ્દર્શનઃ અનીસ બઝમી
કલાકારોઃ અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, ઇલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઉર્વશી રાઉતેલા, સૌરભ શુક્લા
સંગીતઃ સાજિદ વાજિદ, હનિ સિંઘ, તનિષ્ક બાગચી,
નયીમ શબીર

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter