ભૂષણકુમાર, કૃષ્ણ કુમાર, લવ રંજન, અંકુર ગર્ગ નિર્મિત અને મોહિત સૂરી દિગ્દર્શિત ફિલ્મ ‘મલંગ’ સસ્પેન્સ થ્રિલર છે. ‘મલંગ’ રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે. આદિય રોય કપૂર, દિશા પટણી, અનિલ કપૂર અને કુનાણ ખેમુ મુખ્ય ભૂમિકામાં છે. આદિત્ય રોય કપૂર, દિશા પટણી અને કુનાલ ખેમુ હત્યા સાથે સંકળાયેલાઓની ભૂમિકા ફિલ્મમાં ભજવી રહ્યા છે અને ત્રણેય એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે. દરમિયાન ત્રણેય વચ્ચે દુશ્મની પણ ઊભી થતી જોવા મળે છે.
આદિત્ય અનોખા રોલમાં
આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં અલગ જ અંદાજમાં જોવા મળશે. ફિલ્મમાં તેના ફાઈટ સીન છે. ફિલ્મના ટ્રેલરમાં આદિત્ય એક ડાયલોગ બોલે છે કે, ‘જાન લેના મેરા નશા હૈ’ દિશા બોલે છે કે ‘જાન લેના મેરા મઝા હૈ’ અને કુણાલ બોલે છે કે ‘જાન લેના મેરી ઝરૂરત હૈ.’ એ ઉપરથી જ તેમના કેરેક્ટર ફિલ્મમાં નક્કી હતા કે તેઓ ‘મલંગ’માં કિલરના પાત્રમાં હશે. જોકે ઉપરાંત દિશા આદિત્ય સાથે ફિલ્મમાં જબરદસ્ત રોમાન્સ કરતી દેખાય છે. ઉપરના ડાયલોગ ઉપરાંત દિશાનો એક ડાયલોગ ખૂબ જ વખણાયો છે કે, હમ સબકો લાઈફ મેં ફ્રિડમ ચાહિયે, કોઈ રોકને વાલા ન હો, કોઈ ટોકને વાલા ન હો, જો મન કરે વો કર સકતે હૈ.’
ફિલ્મમાં અનિલ કપૂર પોલીસની દમદાર ભૂમિકામાં જોવા મળશે, તે હંમેશા આરોપીને પૂરો કરી નાંખવામાં જ માને છે.
દિગ્દર્શકઃ મોહિત સૂરી
કલાકારોઃ આદિત્ય રોય કપૂર, દિશા પટણી, અનિલ કપૂર, કુણાલ ખેમુ
સંગીતઃ મિથુન, અંકિત તિવારી, અસીમ અઝહર, વેદ શર્મા