બોર્ડના અધ્યક્ષા લીલા સેમસને ગત સપ્તાહે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. હવે તેમના સમર્થનમાં બોર્ડના કુલ ૨૩માંથી નવ સભ્યોએ માહિતી પ્રસારણ મંત્રાલયને પોતાના રાજીનામા મોકલ્યા છે. આ તમામ સભ્યોએ એક જ પત્રમાં સામૂહિક રાજીનામાં મોકલી દીધાં છે. લીલા સેમસને સરકાર પર સેન્સર બોર્ડના કામકાજમાં દખલ કરવાનો આરોપ લગાવતાં રાજીનામુ આપ્યું હતું. સેન્સર બોર્ડના જે સભ્યોએ રાજીનામાં આપ્યા છે તેમાં કે સી શેખર બાબુ, કોંગ્રેસ કાર્યસમિતિમાં સચિવ પંકજ શર્મા, શાજી કરુણ, મમંગ દઈ, ઈરા ભાસ્કર, ટીવી પત્રકાર રાજીવ મસંદ, ફિલ્મ અભિનેત્રી અરુંધતી નાગ, એમ કે રૈના અને નિખિલ આલ્વા સામેલ છે. આ મુદ્દે માહિતી-પ્રસારણ પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, ‘બોર્ડના સભ્યો કારણ વગરના વિવાદ ઊભાં કરી રહ્યાં છે.’