મુંબઈમાં આવેલા યશરાજ સ્ટુડિયોમાં તાજેતરમાં જ ૬૧મો ફિલ્મફેર પુરસ્કાર યોજાઈ ગયો અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને આ વર્ષની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશન (સંજય લીલા ભણસાલી), શ્રેષ્ઠ અભિનય (રણવીર) અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (પ્રિયંકા ચોપરા)ના પુરસ્કાર મળ્યા હતા. દીપિકા પદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ‘પીકુ’માં અભિનય માટે મળ્યો હતો. આ ઉપરાંત આ સમારોહમાં કોને ક્યા એવોર્ડ્ઝ મળ્યા તે અહીં દર્શાવાયું છે.
- સર્વશ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક્સ ચોઈસ) - પીકુ
- સર્વશ્રેષ્ઠ અભિનેતા (ક્રિટિક્સ ચોઈસ) - અમિતાભ બચ્ચન
- સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ ચોઈસ) - કંગના રનૌત
- લાઈફ ટાઈમ અચિવમેન્ટઃ મૌસમી ચેટરજી
- સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ અનિલ કપૂર (દિલ ધડકને દો)
- સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટરઃ નીરજ ઘાવન (મસાન)
- સર્વશ્રેષ્ઠ વાર્તાઃ વિજયેન્દ્ર પ્રસાદ (બજરંગી ભાઈજાન)
- સર્વશ્રેષ્ઠ સ્ક્રિન પ્લેઃ જૂહી ચતુર્વેદી (પીકુ)
- સર્વશ્રેષ્ઠ સંગીતઃ અંકિત તિવારી અને મીત બ્રધર્સ (રોય)
- સર્વશ્રેષ્ઠ ગીતઃ ઈર્શાદ કામિલ (અગર તુમ સાથ હો - તમાશા)
- સર્વશ્રેષ્ઠ ગાયકઃ અરિજિત સિંહ (સૂરજ ડૂબા હૈ - રોય)