ફેમસ મેકઅપ આર્ટિસ્ટ સુભાષ વગલનું નિધન

Wednesday 11th December 2019 05:50 EST
 
 
બોલિવૂડના પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ સુભાષ વગલનું તાજેતરમાં કેન્સરના કારણે નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટી હાજર રહી હતી. સુભાષ વગલે અનુષ્કા શર્મા, કેટરિના કૈફ, રાધિકા આપ્ટે, લારા દત્તા, કરણ જોહર, સોનમ કપૂર અને પ્રીતિ ઝિન્ટા જેવી ઘણી સેલિબ્રિટી સાથે કામ કર્યું છે. સુભાષને શ્રદ્ધાંજલિ આપતાં અભિનેત્રી અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, તે ઘણા નમ્ર અને સરળ હતા.
તેઓને સૌ પ્રેમથી સુબ્બુ કહેતા. દેશના ફેમસ સન્માનિત મેકઅપ આર્ટિસ્ટમાંના તેઓ એક હતા. એક પ્રેમાળ દીકરો, ભાઈ અને સારો આત્મા આપણને છોડીને ચાલ્યો ગયો, પીસ સુબ્બુ. એક્ટ્રેસ કેટરીના કેફે સુભાષ માટે લખ્યું હતું કે, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ હવે આપણી વચ્ચે નથી. સુભાષ મારા સૌથી પ્રથમ મેકઅપ આર્ટિસ્ટ હતા. તેઓ તમારી સુંદરતાને બહાર લાવતા હતા. તમે ઘણા જલદી જતા રહ્યા. રેસ્ટ ઈન પીસ, સુબ્બુ તમે ઘણા યાદ આવશો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter