જગવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે સૌથી વધુ મહેનતાણું મેળવાનારા એકટર્સની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં હોલિવૂડના પ્રખ્યાત એક્ટર ડ્વેન જોન્સન પ્રથમ સ્થાને બિરાજમાન છે. આ યાદીમાં બોલિવૂડના એક્ટર અક્ષયકુમાર ચોથા સ્થાને રહીને ટોપ-૫માં છે. જૂન ૨૦૧૮થી જૂન ૨૦૧૯ની વચ્ચે એકટર્સની કમાણીના આધારે આ યાદી તૈયાર થઈ છે. ડ્વેન જોન્સને ગયા વર્ષે ૮૯.૪ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. ૬૪૦ કરોડની કમાણી કરી હતી. ફોર્બ્સના જણાવ્યા મુજબ, અક્ષયની કુલ કમાણી ૬૯ મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૪૮૬ કરોડ છે. ટોપ-૧૦ હાઇએસ્ટ પેડ એક્ટર્સની યાદીમાં અક્ષય કુમાર એક માત્ર બોલિવૂડ અભિનેતા છે.
ફોર્બ્સની હાઇએસ્ટ પેડ એકટર્સની યાદીમાં ડ્વેન જોન્સન બાદ ક્રિસ હેમ્સવર્થ ૭૬.૪ મિલિયન ડોલરની કમાણી સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ રોબર્ટ ડાઉની જૂનિયર ૬૬ મિલિયન ડોલરની કમાણી સાથે ત્રીજા ક્રમે છે. આ યાદીમાં બ્રેડલી કૂપર, ક્રિસ ઇવાન્સ અને પોલ રૂડ પણ ટોપ-૧૦માં સામેલ છે.