એક અમેરિકન મેગેઝિનમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે, ‘દેવ અને ફ્રિડાના સંબંધો તૂટી ગયા છે અને હવે તેઓ સાથે નથી.’ ૨૪ ઓકટોબરે ફ્રિડાએ પોતાનો ૩૦મો જન્મદિન ઊજવ્યો હતો જેમાં તે અમેરિકાની શેરીઓમાં દારૂના નશામાં ઝૂમતી જોવા મળી હતી. સૌથી રસપ્રદ વાત એ હતી કે ત્યારે તેની સાથે તેનો દેવ ન હતો, પરંતુ સિદ્ધાર્થ માલ્યા હતો. સૂત્રે વધુમાં ઉમેર્યું હતું કે, ફ્રિડા એકલી હોવાથી ખુશ છે તેના મિત્રો તેને કંપની આપી રહ્યા છે.