સલમાને લાડકી બહેનને મુંબઇમાં રૂ. ૧૬ કરોડનો ફ્લેટ ભેટમાં આપીને લોકોને આશ્ચર્યમાં મુક્યા હતા. અર્પિતાના લગ્ન હૈદરાબાદની હોટેલમાં દિલ્હીના વેપારી આયુષ શર્મા સાથે થયા હતા અને તેમાં બોલિવૂડની હસ્તીઓ આવી હતી. લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન ગ્રેજ્યુએટ ૨૫ વર્ષીય અર્પિતા ફેશન માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં પણ ડિગ્રી ધરાવે છે. સલમાને આ લગ્ન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ તેઓ અન્ય વ્યસ્તતાને કારણે જઇ શક્યા નહોતા.