પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર બહુ લોકપ્રિય છે. ઓછું હોય એમ તે સિંગર અને રેપર બાદશાહ સાથેની દોસ્તીને મુદ્દે પણ સમાચારોમાં છવાયેલી રહે છે. મીડિયામાં તેમની રિલેશનશિપ અંગે દાવા થતા રહે છે. જોકે બાદશાહ પોતે સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે તે હાનિયાનો સારો મિત્ર છે. હવે હાનિયાએ પણ બાદશાહ સાથેના તેના સંબંધો વિષે સ્પષ્ટતા કરી છે. હાનિયા બાદશાહની કોન્સર્ટમાં પણ નજરે પડી હતી. બન્નેએ તે ઇવેન્ટની ક્લીપ પોતાના ઇનસ્ટા એકાઉન્ટ પર પણ શેર કરી હતી. હાનિયાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સિંગર સાથેની પોતાની દોસ્તીની વાત કરતાં કહ્યું કે બાદશાહ તેનો મિત્ર છે. હાનિયા આમિરને જ્યારે પૂછાયું કે ભારતમાં તે ક્યાં જવાનું પસંદ કરે છે? તો અભિનેત્રીએ તરત કહ્યું હતું કે ચંડીગઢ... કેમ કે મારો મિત્ર બાદશાહ પણ ત્યાં રહે છે.’