કોચીઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં એક હોલિવૂડ ફિલ્મની હિન્દી રિમેક બનાવી રહ્યો છે. જેનું શૂટિંગ કોચી ખાતે ચાલી રહ્યું છે, પણ એક સ્થાનિક મહિલાએ આ ફિલ્મના સેટ પર આવીને બધાને દબડાવતાં ફિલ્મનું શૂટ અટકાવી દેવાયું છે. શૂટિંગ સેટથી નજીકના વિસ્તારમાં રહેતી કેરી નામની આ વિદેશી - ભારતીય મહિલાએ શૂટિંગમાં ખલેલનું કારણ એવું આપ્યું છે કે શૂટના અવાજથી મારા બાળકોને ભણવામાં મુશ્કેલી પડે છે અને મારી સ્પા શોપ પણ શૂટિંગ લોકેશનથી નજીકમાં છે તેથી લોકો શૂટિંગની ભીડને કારણે સ્પામાં આવતા નથી. આ મહિલાએ શૂટિંગની ધાંધલ ધમાલના કારણે એક દિવસ તો પોતાની મ્યુઝિક સિસ્ટમ ફૂલ વોલ્યુમથી ચાલુ કરી દીધી હતી. મહિલાએ શૂટિંગથી ફેલાતા નોઈઝ પોલ્યુશન અંગે કેરળ પ્રદૂષણ બોર્ડને પણ ફરિયાદ કરી છે.