‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબતીએ થોડાં સમય પહેલાં જ મિહિકા બજાજ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. હવે, રાણાએ લોકડાઉનમાં ૨૦ મેએ મિહિકા સાથે રોકા સેરેમની કરી હતી.. રાણાએ સોશિયલ મીડિયામાં રોકા સેરેમનીની તસવીરો શેર કરી હતી.
રાણાએ મિહિકા સાથેની તસવીર શેર કરીને કહ્યું હતું, ઈટ્સ ઓફિશિયલ. તસવીરમાં રાણા વ્હાઈટ આઉટફિટમાં જોવા મળે છે, જ્યારે મિહિકાએ ગોલ્ડન, પિંક સાડી પહેરી છે. રાણાએ તસવીર શેર કરતાં જ ચાહકો તથા સેલેબ્સે તેમને સગાઈની શુભકામના પાઠવી હતી.