બોલિવૂડના મહાનાયક ૭૭ વર્ષીય અમિતાભ બચ્ચનનું આ વયે પણ કામનું શિડ્યુલ વ્યસ્ત રહે છે. અમિતાભ બચ્ચને પોતે પણ કહ્યું છે કે, તબીબો હવે તમને વધારે કામ ન કરવા માટેની સલાહ આપે છે. અમિતાભ હમણાં ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે મનાલીમાં છે. ત્યાં લોકોને મળીને તેઓએ ખુશી વ્યક્ત કરી છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર નોંધ્યું છે કે આ લોકો ધરતી સાથે જોડાયેલા અને પ્રામાણિક છે. અમે ક્યારેય તેમની બરોબરી કરી શકવાના નથી. અમિતાભે આ સાથે વિચાર પ્રગટ કર્યો કે હવે એવું લાગે છે કે રિટાયર થઈ જવાની જરૂર છે. હવે દિમાગ કંઈ અલગ કહે છે અને આગંળી કંઈક અલગ કહે છે. આ એક સંદેશ છે. અમિતાભ બચ્ચનને નિવૃત્તિનો વિચાર આવ્યો છે, પરંતુ કોઈ યુવાસ્ટાર કરતાં પણ વધારે કામ તેમને મળી રહ્યું છે અને તેઓ ખૂબ મહેનત સાથે આ કામ નિભાવી રહ્યા છે. ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર કામ કરી રહ્યા છે અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં પણ તેઓ નજરે પડશે. અમિતાભ બચ્ચન અન્ય કેટલાક પ્રોજેક્ટમાં પણ સામેલ છે.